SHREE PANCHAVATI EDUCATION SOCIETY

Sheth R.P.Vidyalaya

લતા મહેશ પટેલ

rpvidayalaya@gmail.com

What Principal Says

શૈક્ષણિક પાત્રતા : M.Sc B.Ed. Pune University Campus
સંસ્થામાં કાર્યરત : 1991 થી આજ સુધી.
મળેલ સિદ્ધિઓ : 1. અખિલ ભારતીય ગુજરાતી મારવાડી મંચ તરફથી આદર્શ શિક્ષકનો પુરસ્કાર. 2. રાષ્ટ્રીય સ્તરે યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાને મળેલ ઇન્સ્પાયર એવોર્ડ 3.24 મા મહારાષ્ટ્ર રાજ્ય વિજ્ઞાન પરિષદ નિમિત્તે છપાયેલ સ્મરણિકા "જીજાઉ" માં પર્યાવરણ અને સુરક્ષા વિષયક લખેલ લેખ પ્રસિદ્ધી પામેલ છે. 4. એસએસસી બોર્ડમાં ચીફ કંડકટર અને સાયન્સ વિભાગના મોડરેટર તરીકેની પસંદગી.
વિશેષ કામગીરી: 1991 માં સંસ્થામાં પ્રથમ જ શરૂ થયેલ સાયન્સ જુનિયર કોલેજ અને 2007માં આર.પી. વિદ્યાલયમાં સૌપ્રથમ શરૂ થયેલ સેમી અંગ્રેજી માધ્યમ શરૂ કરવા માટે અત્યંત મહત્વનો ફાળો.

School Activities

માતૃભાષાની શાળામાં બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય તે માટેના મિશન.... 1. સર્વ ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છે તે ધ્યાનમાં રાખી સંસ્કૃત ભાષાનું પ્રશિક્ષણ વિદ્યાર્થીઓને આપવું.
2. હાલમાં અસ્તિત્વમાં છે તે કરતા વધુ સુસજજ એવા ચિત્રકલા તેમજ સંગીત ખંડનું નિર્માણ કરવાનું ધ્યેય.
3. વિદ્યાર્થીઓમાં રહેલ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને નવી વૈજ્ઞાનિક શોધો કરવા પ્રોત્સાહન તેમજ તક મળે તે માટે કેન્દ્ર શાસન પુરસ્કૃત અટલ ટિંકરિગ લેબ લાવવાની પ્રક્રિયા.
4. શિક્ષણ તજ્ઞ દ્વારા શિક્ષકો માટે વિવિધ પ્રશિક્ષણોનું આયોજન કરી તેમની વ્યવસાયિક ગુણવત્તા વધારવાનું આયોજન.
5. વિદ્યાર્થીઓને આપણી ભારતીય સંસ્કૃતિનો પરિચય થાય અને તેમનામાં સંસ્કારોનું સિંચન થાય એ હેતુને અનુલક્ષીને મહિનામાં એકવાર જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય તેમના પાલકો સાથે તેમના હસ્તે ગાયત્રી હવન ચાલુ શૈક્ષણિક વર્ષ થી શરૂ કરવામાં આવેલ છે
6. મિશન માતૃભાષા ટીમના સદસ્યો તેમજ શિક્ષકોના સહિયારા પ્રયત્નોને કારણે શહેરની નામવંત અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી આપણી ગુજરાતી માધ્યમની શાળાઓમાં 35 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે ભવિષ્યમાં આ સંખ્યામાં વધારો થાય અને ગુજરાતી માધ્યમને પુર્ન વૈભવ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા.
7. સર્જનશીલ તથા ઉપક્રમશીલ વિદ્યાર્થીઓના નિર્માણને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં મહારાષ્ટ્રની વિવિધ ઉપક્રમશીલ શાળાઓની મુલાકાત લેવી.
8. વિદ્યાર્થીઓને ભણતર ભારરૂપ ન લાગે તે માટે શનિવારના દિવસે વિવિધ ઉપક્રમ એક્ટિવિટી ડે હેઠળ લેવા.
9. શૈક્ષણિક દ્રષ્ટિએ અપ્રગત વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક અધ્યાપનનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે આવશ્યકતા અનુસાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે વિષય અનુસાર સંદર્ભ સાહિત્ય શિક્ષકોએ તૈયાર કર્યા.
10. વિદ્યાર્થીઓની અભિરુચિ અનુસાર જૂથ પાડી તેમના સુપ્તકલા ગુણોમાં વધારો કરવાનો પ્રયત્ન.
11. વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધા પરીક્ષાઓમાં ભાગ લેતા કરવા.
12. ઉચ્ચ શિક્ષણ માટે ઉપયોગી થાય તેવા કૌશલ્યનો વિકાસ વિવિધ ઉપક્રમો દ્વારા કરવો.
13. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓના નૈતિક મૂલ્યો ટકી રહે તે માટે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો વિદ્યાર્થીઓને પ્રાર્થના વખતે શીખવવા.
14. આધુનિક અધ્યાપન તંત્ર જ્ઞાનનો ઉપયોગ કરી શકે તે માટે ડિજિટલ ક્લાસ રૂમ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો.
15. માતૃભાષાનું શિક્ષણ લઈ વિદ્યાર્થીઓ એક સંસ્કારક્ષમ ઉત્તમ નાગરિક બને તેવી ઈશ્વર પ્રાર્થના.

Contact Details

Address : Sardar Shri. Vallabhbhai Patel Vidyanagar Near Nimani Bus Stand,Panchavati, Nashik – 3
Phone No. : 0253-2512151
Email Id : rpvidayalaya@gmail.com